માળીયા હાઇવે ઉપર ભારતનગરના પાટીયા પાસે અકસ્માતની ઘટનાની ફરિયાદ નોંધાઈ માળીયા : માળીયા હાઇવે ઉપર ભારતનગરના પાટીયા પાસે બાઈક ડમ્પર પાછળ અથડાતા બાઈક ચાલકનું મોત થયાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા માળીયા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતના બનાવની માળીયા (મીં) પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસારરહે મોરબી-૨માં આવેલ વેજીટેબલ કારખાનાની બાજુમાં ઉમા ટાઉનશીપની સામે મફતીયા પરામા રહેતા મુળજીભાઇ પાંચાભાઇ મકવાણા (ઉવ.-૫૩) નામના આધેડ ગત તા.૨૦ ના રોજ રાત્રીના સાડા નવેક વાગ્યાના અરસામા પોતાના હવાલાવાળુ બાઈક નં. GJ-36-TM-4330 લઈને માળીયા હાઇવે ઉપર ભારતનગરના પાટીયા પાસે પસાર થઈ રહ્યા હતા.ત્યારે તેમનું બાઈક અજાણ્યા ડમ્પરના ઠાઠામાં અથડાતા તેમને શરીરે માથાના ભાગે ગંભીર ઈજા થતા તેમનું મોત નીપજ્યું હતું.આ બનાવની ફરિયાદ નોંધાતા માળીયા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..