વાંકાનેર : વાંકાનેર અમરસર ફાટક નજીક રાજકોટ તરફથી આવી રહેલ માલગાડી હડફેટે આવી જતા વાંકાનેર ટેલિફોન એક્સચેન્જ નજીક રહેતા પરેશભાઇ ઉર્ફે પીન્ટુભાઇ રમેશભાઇ નંદેસરીયા, ઉ.વ. ૨૫ નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર રેલ્વે સ્ટેશનના સ્ટેશન માસ્તર પ્રણવ કુમાર સ્વર્ગીય લાલદાસરામે સિટી પોલીસ મથકને જાણ કરતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..