એંજારનો યુવાન ગઈ કાલે ઘરેથી નિકળી ગયાં બાદ કેનાલ કાઠે થી ચપ્પલ મળી આવ્યા : શોધખોળ ચાલુ હળવદ : હળવદ તાલુકાના રણમલપુર નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં ધ્રાંગધ્રા તાલુકાના યુવાને ઝંપલાવ્યું હોવાની આશંકા વચ્ચે સ્થાનિક તરવૈયાઓની મદદથી કેનાલમાં શોધખોળ હાથ ધરવામાં આવી છે. બનાવની જાણવા મળતી વિગતો મુજબ ધ્રાંગધ્રા તાલુકાના એંજાર ગામે રહેતા દલપતભાઈ થોભણભાઇ ડાભી ઉંમર વર્ષ ૨૦ ગઈકાલે બપોરે ઘરેથી નીકળી ગયા બાદ પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી તેવામાં યુવાનના ચપ્પલ હળવદ તાલુકાના રણમલપુર પાસેથી પસાર થતી નર્મદા કેનાલ કાંઠેથી મળી આવ્યા છે. સાથે જ આજુબાજુના લોકોના જણાવ્યા મુજબ આ યુવાને કેનાલમાં ઝંપલાવ્યું હોવાની ચર્ચા વચ્ચે હાલ તો સ્થાનિક તરવૈયાઓ દ્વારા કેનાલમાં શોધખોળ હાથ ધરવામાં આવી છે.