મંદિરના પુજારીએ અજાણ્યા શખ્સો સામે ચોરીની ફરિયાદ નોંધાવી મોરબી : મોરબીમાં ઠંડી વધતા જ તસ્કરોના તરખાટ વચ્ચે મોરબીના રામપર-પાડાબેકર ગામે રામજી મંદીરમાથી આભૂષણોની ચોરી થયાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે મંદિરના પુજારીએ અજાણ્યા શખ્સો સામે મોરબી તાલુકા પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી ચોરીની ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રામપર પાડાબેકર ગામે આવેલા રામજી મંદીરમાં ગત તા.૧૬ના રોજ રાત્રે તસ્કરો ત્રાટકયા હતા અને રામજી મંદીરમાથી શ્રીરામ તથા સીતામાતાના કાનની એક જોડી કુંડળ જે ચાંદીના ઘરેણાનુ અંદાજે એકાદ કિલો હોય જેની કીંમત રૂપીયા-૪૫,૦૦૦ ની કોઇ ચોર ઇસમો ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. મંદિરમાં ચોરી થયાની ઘટના સામે આવતા ગામલોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ બનાવ અંગે રામજી મંદીરમા સેવપૂજા કરતા પૂજારી નહેરગીરી જખુગીરી ગોસ્વામીએ ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે આ અંગે ગુનો નોંધી તસ્કરોનું પગેરું મેળવવા તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..