વાવડી ગામે રહેતો યુવાન ઘરે પરત આવતો હતો ને મહેન્દ્રનગર ચોકડી નજીક કાળ આંબી ગયો મોરબી : મોરબીના માંડલ રોડ ઉપર કારખાનેથી વાવડી ગામ તરફ આવી રહેલા આશાસ્પદ યુવાન માટે મહેન્દ્રનગર ચોકડી નજીક શબરી હોટલ પાસે આવેલો ખાડો મોતનું કારણ બન્યો હતો. રોડ ઉપર ખાડામાં પડી ગયેલ યુવાનને અજાણ્યા કાર ચાલકે ઉડાવતા ગંભીર ઈજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ મહેન્દ્રનગર ચોકડીથી આઇટીઆઇ તરફના રોડ ઉપર માંડલ ગામ તરફથી પોતાના મોટર સાયકલ ઉપર આવી રહેલા જયેશભાઇ વસરામભાઇ સનારીયા રોડ ઉપર ખાડામાં બાઈક સાથે પડી જતા શબરી હોટલ નજીક અજાણ્યા કર ચાલકે તેમને હડફેટે લેતા જયેશભાઈને ગંભીર ઈજાઓ સાથે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના અંગે નાની વાવડી ગામે રહેતા મૃતકના કાકા રતીલાલ જગજીવનભાઇ સનારીયાએ અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ ૨૭૯, ૩૦૪(અ) તથા એમ.વી.એકટ કલમ-૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુન્હો નોંધી કારચાલકને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..