વાંકાનેર : સુરેન્દ્રનગરના ચોટીલા પંથકમાંથી મોટાપ્રમાણમાં મોરબી જિલ્લામાં દેશીદારૂ ઠલવાઇ રહ્યો છે ત્યારે ગઈકાલે વાંકાનેર તાલુકા પોલીસે કવીડ કારમાં 300 લીટર દેશીદારૂ લઈને નીકળેલા મૂળ ચોટીલાના પાંચવડા ગામના શખ્સને ઝડપી લઈ રૂપિયા બે લાખથી વધુનો મુદામાલ કબ્જે કર્યો હતો. વાંકાનેર તાલુકાના મેસરીયા ચેકપોસ્ટથી પોલીસે મૂળ ચોટીલા તાલુકાના પાંચવડા ગામના અને હાલ રાજકોટ ભગીરથ સોસાયટીમાં રહેતા દીનેશભાઇ રાઘવભાઇ મેટાળીયા ઉ.વ-૩૫ને રેનોલ્ડ કંપનીની ક્વીડ મોડલનની કાર રજી.નંબર GJ-03-KP-5711માં દેશીદારૂ જેવા પ્રવાહી કિંમત રૂપિયા 6000 અને કાર કિંમત રૂપિયા બે લાખ મળી કુલ રૂપિયા 2,06000નો મુદામાલ કબ્જે કરી પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..