મહાવીર સોસાયટીના હોદેદારોની વરણી કરાઈ મોરબી : મોરબીની મહાવીર સોસાયટીમાં 23મીએ સ્નેહ-મિલનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ સોસાયટીમાં વિવિધ હોદેદારોની વરણી કરવામાં આવી છે. મોરબી શહેરની મહાવીર સોસાયટીમાં વિવિધ હોદેદારોની વરણી પણ કરવામાં આવી છે. સોસાયટીના પ્રમુખ આંબાભાઈ પટેલ, મંત્રી ભરતભાઈ પટેલ, ઘનજીભાઈ પટેલની જગ્યાએ નવા પ્રમુખ તરીકે ડો. બી. કે. લહેરું, મહામંત્રી તરીકે અનિલભાઈ બુદ્ધદેવ તેમજ કારોબારી સભ્ય તરીકે હરેશભાઇ પટેલ, મહેશભાઈ ભટ્ટ, રાજુભાઈ દોશી, ડો. અઘારા, પંકજ દોશી, ગીરીશભાઈ પટેલ, તુલસીભાઇ પટેલ, ભગવાનજીભાઈ પટેલની નિમણુંક કરવામાં આવી છે. આ ઉપરાંત, મહાવીર સોસાયટીમાં નવા વર્ષના સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન તા. 23/11/2021ને મંગળવારે સાંજે 7 કલાકે સાર્વજનિક પ્લોટમાં રાખેલ છે. સોસાયટીના સભ્યોને સહપરિવાર ભોજનમાં પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..