મોરબી : મોરબીના કેશવનગર (નવું જીવાપર) ગામે ધાર્મિક કાર્યના લાભાર્થે આગામી તા. ૨૨/૧૧/૨૦૨૧ ને સોમવારે રાત્રે ૯-૦૦ વાગે દેશભક્તિનું નાટક મહારાણા પ્રતાપ યાને મેવાડી તલવાર અને સાથે પેટ પકડાવીને હસાવતું કોમીક ધનજીભાઈનું ધાંધલ રજૂ કરવાનું આયોજન 'કેશવનગર યુવક મંડળ અને ગામ સમસ્ત તરફથી થયું છે. આ મહાકાર્યક્રમ નિહાળવા સૌને ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..