મોરબી : ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઓ.બી.સી. વિભાગના મોરબી જીલ્લાના ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, ઓ.બી.સી. વિભાગના ચેરમેન ઘનશ્યામભાઇ ગઢવીની સુચના મુજબ મોરબી જીલ્લા ઓ.બી.સી. પ્રમુખ રાજેશભાઇ જારીયા દ્વારા ગુજરાત પ્રદેશ ઓ.બી.સી. વિભાગના મોરબી જીલ્લાના ઓ.બી.સી. કોંગ્રેસ ઉપપ્રમુખ તરીકે માળીયા (મી.) તાલુકાના સુલતાનપુર ગામના જયદેવકુમાર વસંતરામ વૈષ્ણવની નિમણુંક કરવામાં આવેલ છે. જયદેવકુમાર ઓ.બી.સી.માં સમાવિષ્ટ જાતિઓનું કોંગ્રેસનું સંગઠન વધુ મજબુત બનાવે અને કોંગ્રેસ પક્ષમાં વધુ કાર્યશીલ તેવી અપેક્ષા સાથે પક્ષની વફાદારી અને નિષ્ઠાને ધ્યાનમાં રાખી તેમની નિમણૂંક કરવામાં આવેલ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..