બિયરના 120 ટીન સાથે મૂળ રાજસ્થાની શખ્સને ઝડપી લેતી એ ડિવિઝન પોલીસ મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે ગઈકાલે બાતમીને આધારે રવાપર રોડ ઉપરથી બિયરના ટીન ભરીને નીકળેલી અલ્ટો કાર સાથે મૂળ રાજસ્થાની શખ્સને દબોચી લઈ 120 બિયરના ટીન અને દોઢ લાખની કિંમતની અલ્ટો કાર કબ્જે લીઘી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ બાલાસરા, કિશોરભાઈ મિયાત્રા, પોલીસ કોન્સ્ટેબલ ચકુભાઇ કરોતરા, ભાનુભાઇ બાલાસરા તથા સમરતસિંહ ઝાલા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે રવાપર રોડ સોમનાથ સોસાયટી સાર્વજનીક પ્લોટની બાજુમાં એક અલ્ટો કાર શંકાસ્પદ હાલતમાં પડી હોવાની બાતમી મળતા ટીમે ઉપરોક્ત કારને ઝડપી લઈ તલાસી લેતા કારમાંથી કિંગ ફિશર સુપર સ્ટ્રોંગ પ્રીમીયમ બિયર 500 એમ.એલ.ના કંપની શીલ બિયર ટીન નંગ 120 કિંમત રૂપિયા 12000 મળી આવ્યા હતા. આ મામલે પોલીસે લીલાપર રોડ ખડીયાવાસમાં રહેતા મૂળ રાજસ્થાનના કાર ચાલક અર્જુનસીંહ હરીસીંહ રાઠોડ ઉ.વ.૨૫ને ઝડપી લઈ રૂપિયા દોઢ લાખની કિંમતની અલ્ટો કાર અને બીયરના ટીન રૂપિયા 12000 મળી કુલ 1.70 લાખનો મુદામાલ કબ્જે કરી કાર ચાલકનો કોરોના ટેસ્ટ કરાવી અટકાયત કરવા કાર્યવાહી હાથ ધરી પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..