મોરબી : મોરબી જિલ્લાના ભાજપના કારોબારી સદસ્ય અને શકતશનાળા ગામના યુવા અગ્રણી હસમુખભાઈ રબારી અને તેની ટીમના સહયોગથી મોરબીના શકતશનાળા ગામનો રબારી સમાજ 100% વેક્સિનેશનયુક્ત સમાજ બન્યો છે. કોરોના સામે રક્ષણ મેળવવા હાલ સૌ કોઈ કોરોનાની વેક્સીનના ડોઝ લઇ રહ્યા છે. ત્યારે યુવા અગ્રણી હસમુખભાઈ રબારી અને તેની ટીમે રબારી સમાજને કોરોનાથી બચાવવા રબારી સમાજના લોકો માટે વેક્સિનેશનનું આયોજન કરાવી બંને ડોઝ અપાવ્યા છે. શકતશનાળા ગામના રબારી સમાજના 200 યુવાનો અને વડીલોને વેક્સિનના બંને ડોઝ અપાવી તેમણે પોતાની સામાજીક જવાબદારી નીભાવી છે. આ સાથે શકતશનાળાનો રબારી સમાજ 100% વેક્સિનયુક્ત સમાજ બની ગયો હોવાનું યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..