હળવદ માળીયા હાઇવે ઉપર અકસ્માતની ઘટનામાં તુફાન ગાડીના ચાલક સામે ગુન્હો નોંધાયો હળવદ : હળવદ માળીયા હાઇવે ઉપર તુફાન ગાડીએ બાઈક ચાલકને હડફેટે લેતા બાઈક ચાલકને ઇજા થઇ હતી. આ બનાવ અંગે બાઈક ચાલકે ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે તુફાન ગાડીના ચાલક સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી તળશીભાઇ ઉકાભાઇ ચૌહાણ (ઉ.વ.૫૭ ધંધો-નોકરી રહે હળવદ બસ સ્ટેશન પાછળ) એ તુફાન ગાડી નંબર GJ-07-AR-6805 વાળાનો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૮ ના રોજ સવારના પોણા નવેક વાગ્યાના સુમારે માળીયા હળવદ હાઇવે ઉપર ત્રણ રસ્તા, નગર પાલીકાના બગીચા પાસે આરોપીએ પોતાના હવાલા વાળી તુફાન ગાડી નંબર GJ-07-AR-6805 વાળી પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ફરીયાદીના મો.સા. GJ-36-AB-0489 વાળા સાથે પાછળથી આવી ભટકાડી ફરીયાદીને જમણા પગમાં ફેકચર અને જમણા હાથે ઇજા કરી નાસી છૂટ્યો હતો. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..