વાંકાનેર : વાંકાનેરના જીનપરા જકાતનાકા સર્કલ નજીક રસ્તો ઓળંગી રહેલા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચતા યુવાનનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના જીનપરા જકાતનાકા સર્કલ પાસે રાજેશભાઇ ઉર્ફે રાજુભાઇ કાનજીભાઇ સીતાપરા ઉ.વ.૩૮ રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે ચોટીલા તરફથી આવતા ટ્રક નં.MH-18-BG-3837ના ચાલકે તેમને હડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચવાથી રાજેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના ભાઈ જશુભાઇ કાનજીભાઇ સીતાપરાએ ટ્રક નં.MH-18-BG-3837ના ચાલક બાજીરાવ રામરાવ જાધવ ઉ.વ ૩૦, રહે- બોધારે તા- ચલીસગોન જી-જલગાવ મહારાષ્ટ્ર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ-૨૭૯,૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો નોંધી ટ્રક ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..