મોરબી : મોરબી જિલ્લાના લક્ષ્મીવાસ ગ્રામ પંચાયત દ્વારા ગામલોકોની સુખાકારી માટે એક આગવી પહેલ કરી વિનામૂલ્યે અયોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. લક્ષ્મીવાસ ગામના લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને લક્ષ્મીવાસ ગ્રામ પંચાયત દ્વારા આજે ફ્રી આરોગ્ય કેમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુગર (ડાયાબિટીસ), બ્લડ પ્રેસર (BP), બ્લડ ગ્રુપ, હિમોગ્લોબીન (લોહિની ટકાવારી), HIV, કોરોના ટેસ્ટ, કોરોના વેકસીન, કમળો, મેલેરિયા, ધનુરની રસી વગેરે તમામ પ્રકારના ટેસ્ટ વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા હતા. આ નિદાન કેમ્પને સફળ બનાવવા લક્ષ્મીવાસ ગ્રામ પંચાયતના સરપંચ જયદીપભાઈ સંઘાણી અને વવાણીયા પી.એચ.સી.ના તમામ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..