મોરબી સરકારી હોસ્પીટલ માટે રૂ.97.63 લાખ મંજુર : તાત્કાલિક કામગીરી હાથ ધરવા આદેશ મોરબી : મોરબીની સરકારી હોસ્પિટલમાં વારંવાર સર્જાતી ડ્રેનેજ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે રાજ્ય સરકારના શ્રમ અને રોજ્ગાર, પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજા દ્વારા આરોગ્ય મંત્રીને સત્વરે આ સમસ્યાનુ નિવારણ લાવવા માટે રજુઆત કરવામાં આવેલ હતી . જે અન્વયે આજે રાજય સરકાર દ્વારા મોરબી સરકારી હોસ્પીટલને રૂ.97.63 લાખ રકમ ફાળવવામાં આવેલ છે. મોરબી સરકારી હોસ્પિટલમાં લાંબા સમયથી ઉભરાતી ગટરની સમસ્યા માથાના દુખાવારૂપ બની હોય રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ આ પ્રશ્ને રાજ્યના આરોગ્યમંત્રીને ધ્યાન દોર્યું હતું જેને પગલે સિવિલની ડ્રેનેજ કામગીરી માટે રૂ.97.63 લાખ ફાળવવામાં આવ્યા છે અને કામગીરી તાત્કાલિક શરૂ કરવા માટે મંત્રી બ્રિજેશભાઈ મેરજા દ્વારા સ્થાનીક સતાધીશો તેમજ સરકારી અધિકારીઓ અને ખાસ કરીને પબ્લિક હેલ્થ યુનિટ ( PIU ) ના અધિકારીઓને સુચના આપેલ છે . અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા મોરબીની સરકારી હોસ્પીટલમાં ડ્રેનેજ ઉભરાવાના પ્રશ્નો વારંવાર ઉદ્દભવતા હતા જેની મંત્રી દ્વારા નગરપાલિકાના અધિકારીઓને સૂચના આપેલી જેનો ઉકેલ નગરપાલિકા દ્વારા લાવવામાં આવેલ હતો.પરંતુ હવે રાજય સરકાર દ્વારા આ રકમ ફાળવતા આ સમસ્યાનો કાયમી ધોરણે અંત આવશે અને પ્રજાના સ્વાસ્થ્ય સુખાકારીમાં વધારો થશે મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..