એ ડિવિઝન દ્વારા યુવાનના વાલીવારસની શોધખોળ મોરબી : મોરબીના રાજપર રોડ ઉપર આજે અજાણ્યા યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી યુવાનની શોધખોળ ચલાવી હોવાનું જાણવા મળ્યું છે. મોરબીના રાજપર રોડ ઉપર મામદેવના મંદિર પાસે પારાપીટના સળિયા સાથે કોઈ અજાણ્યા યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આ અંગે જાણ થતા એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ યુવાન અંદાજે 26 વર્ષનો હોય વાને શ્યામવર્ણ અને રાખોડી રંગનું બનીયાન અને કોફી રંગની ચડી પહેરી છે. જે કોઈ આ યુવાનના વાલી વારસ અંગે જાણતા હોય તેઓને તપાસ અધિકારી સિટી એ ડિવિઝનના હેડ કોન્સ. એન.એસ.જોસવાણીયા મો.નં. 9904713247નો સંપર્ક કરવા જણાવાયું છે.