વાંકાનેર: વાંકાનેર શહેર ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ, મોરબી જિલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઇ સોની, ભાનુભાઇ મેતા તેમજ જિલ્લા ભાજપના વરિષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર વિમર્શ કરી વાંકાનેર શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ તરીકે મુકેશભાઈ મંગાભાઈ સોલંકી, મહામંત્રી તરીકે અરૂણભાઇ મોહનભાઈ મહાલીયા, ઉપપ્રમુખ તરીકે જીતેન્દ્રભાઈ જુઠાભાઇ સાંડેસ તેમજ ભાનુભાઈ હમીરભાઇ બેડવા, મંત્રી તરીકે વિજય ભાઈ કાનજીભાઈ બોસિયા, દિનેશભાઈ ગોવિંદભાઈ વોરા, નરેશભાઈ રામજીભાઈ પરમાર તથા ગૌતમભાઈ સોમાભાઈ સોલંકી તેમજ કોષાધ્યક્ષ તરીકે જગદીશભાઈ બેચરભાઈ ગેડીયાની વરણી કરવામાં આવી છે.નવનિયુક્ત હોદ્દેદારોને ભાજપ પરિવાર શુભેચ્છા પાઠવી રહ્યું છે.