મોરબી: નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં તા.21ને રવિવારના રોજ રોડના ખાતમુહર્તનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.બ્રિજેશભાઈ મેરજા, મંત્રીઓ, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ,ગુજરાત રાજ્ય તથા મોરબી નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ,ચેરમેન,તથા સભ્યો દ્વારા રોડના ખાતમુહર્ત કરવામાં આવશે. આશાપાર્ક,હનુમાનજી મંદિર ચોક, સર્કિટ હાઉસ સામે,મોરબી-2 ખાતે સાંજે 4 કલાકે, હરીપાર્ક, મેઇનપાર્ક, વિદ્યુતનગરની બાજુમાં મોરબી-2 ખાતે સાંજે 4:30 કલાકે, નવલખી રોડ, કેદારીયા હનુમાનજી થી ગાયત્રી આશ્રમ ખાતે સાંજે 5 કલાકે, વાવડી રોડ, સાધુ વાસવાણી સોસાયટી ખાતે સાંજે 5:30 કલાકે અને વાવડી રોડ, સુમતિનાથ સોસાયટી ખાતે સાંજે 6 કલાકે ખાતમુહર્તના કાર્યક્રમમાં સૌને ઉપસ્થિત રહેવા આમન્ત્રણ પાઠવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..