હળવદ : તાજેતરમાં જ મોરબી જિલ્લા યુવા ભાજપના સંગઠનમાં વિવિધ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી જેમાં હળવદના ચાર યુવાનને પણ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. હળવદ શહેરમાં રહેતા રવિભાઈ સતિષભાઈ પટેલની તાજેતરમાં જ મોરબી જિલ્લા યુવા ભાજપના મંત્રી તરીકે નિમણૂક આપવામાં આવી છે આ સાથે જ તેઓને હળવદ-ધાંગધ્રા વિધાનસભા યુવા ભાજપના ઇન્ચાર્જની પણ જવાબદારી સોંપવામાં આવી છે તો સાથે જ સહ ઇન્ચાર્જ તરીકે સંજયભાઈ વરમોરાની નિમણૂક કરવામાં આવી છે તેમજ જીલ્લા યુવા ભાજપના કારોબારી સદસ્ય તરીકે જયમીનભાઈ વિજયભાઈ જાની ની નિમણૂક કરવામાં આવી છે સાથે જ જિલ્લા યુવા ભાજપના સોશિયલ મીડિયાના ઇન્ચાર્જ તરીકે સંદીપભાઈ અઘારાની નિમણૂક કરાઇ છે. હળવદના ચારેય યુવાનોને જીલ્લા યુવા ભાજપ મોરચામાં મહત્વની જવાબદારી મળવા બદલ મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ વિસાલભાઈ ઘોડાસરા,મહામંત્રી તપનભાઈ દવે,જયદિપભાઈ હુંબલ,તાલુકા યુવા ભાજપ પ્રમુખ હિતેશભાઈ લોરીયા,મહામંત્રી વિકાસભાઈ ઠાકોર,રમેશભાઈ હડિયલ,શહેર યુવા ભાજપ પ્રમુખ મેહુલ ભાઈ પટેલ,મહામંત્રી અસોકભાઈ પ્રજાપતિ,વિસાલભાઈ રાવલ તેમજ તાલુકા અને જિલ્લા ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ સહિતનાઓએ અભિનંદન પાઠવ્યા હતા.