તાંત્રિકો માનવીનું તન-મન-ધનથી શોષણ કરે છે - વિજ્ઞાન જાથા ધાર્મિક નેતા, ચમત્કારિકોએ દેશની એક પણ સમસ્યા ઉકેલી નથી- ચેરમેન પંડ્યા અમદાવાદઃ ગુજરાત પ્રાતિય સાયં પ્રતિનિધિ સભા અને બૃહદ સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશિક સભા, આર્ય સમાજ ટંકારાના સંયુક્ત ઉપક્રમે રાજયના ૧૬૦ શિબિરાર્થીઓ, ગ્રામજનો, જનસમાજમાં અપાતા નિવારણનો ભારત જન વિજ્ઞાન જાપાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો. તાંત્રિકો માનવીનું તન-ધન-મનથી શોષણ કરે છે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને પિતૃ-સુરાપુરા, મૃત્યુ પામેલા કદી નડતા નથી.પણ જીવતા માણસો જ નડે છે. માનવીએ પ્રત્યેક પળે તર્કને પ્રાધાન્ય આપવું જોઈએ અને વિજ્ઞાનથી માનવસમાજ સુખી સંપન્ન થયો હોવાની સમજ આપી હતી. ચમત્કારથી ચેતોના કાર્યક્રમની વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉદ્દઘાટનમાં ગુરૂકુળ ભવાની કચ્છના સ્વામી શાંતાનંદજી, મેરઠના કૃષ્ણદેવ શાસ્ત્રી, આર્યવીર દલના મેહુલભાઈ કોરીંગા, મંત્રી દેવજીભાઈ પડસુંબિયા, અશોકભાઈ પરમારે હાજરી આપી હતી. આ તકે સ્વામી શાંતાનંદજીએ જણાવ્યું હતું કે, સ્વામી દયાનંદ સરસ્વતીના સત્યાર્થ પ્રકાશ અને તેના વિચારો સમાજ માટે ઉપયોગી, માનસ પરિવર્તનથી લોકોને સુખાકારી તરફ લઈ જવાનો પ્રયાસ સાથે પોતાની ઉન્નતિનો માર્ગ બનાવે છે. આર્યવીર દળના સંચાલક મેહુલભાઈ કોરીગા અને મંત્રી દેવજીભાઈ પડસુંબિયાએ વિજ્ઞાન જાથાની પ્રવૃત્તિની ભારોભાર પ્રશંસા કરી માનવધર્મ, કાયાણકારી સાથે પરિવારોની પ્રગતિ તરફ લઈ જવાની માર્ગ સર્વોત્તમ છે. શિબિરાર્થીઓને વાસ્તવમાં આ કાર્યક્રમ ઉપયોગી સાબિત થયો હતો. જ્યારે આર્ય સમાજ ટંકારાના મનીષભાઈ કોરીંગા, અશોકભાઈ પરમાર, ધીરજભાઈ બારૈયા, વિનુભાઈ પરમાર, હિતેષભાઈ પરમાર, સુવાસ શાસ્ત્રીજી, રજનીભાઈ મોરસાણીયા, હસમુખભાઈ દુબરીયા, રમશીભાઈ વડાવીયા, મંત્રી દેવજીભાઈ પડસુખિયા, સંચાલક મેહુલભાઈ કારીગાએ ભાગ લઈ દેખરેખ રાખી હતી. જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ શિખીરાર્થીઓ અને જાગૃતોને સંબોધતા જણાવ્યું કે, ગ્રહો આપણી પાછળ પડયા નથી. પરંતુ આપણે જ ગ્રહોની પાછળ પડયા છીએ. જયોતિષને વ્યક્તિગત રીતે અમો ધતિંગ, બકવાસ, વાહિયાત અને નકામુ શાસ્ત્ર માનીએ છીએ, જ્યોતિષ ખોળા, લાલચુ અને તેમાં રૂચિ રાખનારા લોકોને ભરમાવીને પોતાની રોજીરોટી રળી ખાવાનો એકમાત્ર ધંધો છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, છતી આખે આઘળા અને પાગળા કરી મુક્વાનું કામ જયોતિષ કરે છે. જયોતિષ કદી પણ સ્પષ્ટ ભાષામાં આગાહી કે ફળકથન કરી શકતું નથી. વિજ્ઞાનમાં ભાષા સ્પષ્ટ હોય છે. લેબોરેટરીનું નિદાન દુનિયાભરમાં સ્પષ્ટ હોય છે. પરંતુ કેટલા જયોતિષીઓ તમામના ફળકથનો જુદા જુદા, અસ્પષ્ટ અને ભ્રામક હોય છે. જથોતિષમાં ગોળ-ગોળ જવાબો આપવામાં આવે છે. જ્યોતિષના કારણે કોઈ માનવીની જીંદગી સુધરી ગઈ હોય તેના એકપણ દાખલા નથી, જ્યોતિષના કારણે બરબાદી, ધતિંગના અનેક દાખલા સમાજ પાસે છે. અંધશ્રદ્ધાને ગરીબ, શ્રીમંતનો ભેદભાવ નડતો નથી. શીતળા રોગ નાબુદ થઈ ગયો છતાં શીતળાદેવી ઉભા છે, તે દુઃખદ છે. વિશ્વમાં રોગ નાબુદ થઈ ગયો છે. છતાં દેવી ઉભા છે. માનવીએ પ્રત્યેક પળે તર્ક-સંશયને પ્રાધાન્ય આપવું જોઈએ. જાથાના જયંત પંડ્યાએ હાથના આંગળા, કાંડામાં દોરા, રક્ષાપોટલી, માદડીયા ના પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે ભારતમાં ફેસ--મોઢા ઉપર ચોપડવામાં આવતી પાવડરનો ઉપયોગ વપરાસ થતો નથી. તેનાથી વધુ આપણા દેશમાં અબીલ, ગુલાબ અને કંકુ, સિંદુર વપરાય છે. લાલ-લીલા દોરા, નાડાછડીઓ, રક્ષાપોટલીઓ, માદડીયા, તાવીજો આ બધાની બહુ જ મોટી ઈન્ડસ્ટ્રી આપણે ત્યાં સદીઓથી ચાલી રહી છે. જે દર વર્ષે અંધશ્રદ્ધાનો મબલખ ધંધો-નફો રળે છે. ગામેગામ આ વસ્તુઓ સહેલાઈથી પ્રાપ્ત થઈ શકે છે. સંતાન ન થતું હોય, લગ્નનો મેળાપ ન થવી, ધંધામાં બરકત ન થવી, આર્થિક સમસ્યા, પત્ની બીજા જોડે ભાગી ગઈ હોય, પતિને કોઈક સાથે લફરું હોય , વળગાડ થવો, વશીકરણ, વાસ્તુશાસ્ત્ર, ફેંગસૂઈની વસ્તુઓ આવી અનેક પ્રકારની સમસ્યાઓના નિરાકરાણ માત્ર પાંચ મિનિટ કે ૨૪ કલાકમાં ઉકેલી નાખવાની ક્રેઝ પણ ભારતમાં જોવા મળે છે. આશ્ચર્યની વાત તો એ છે કે તાંત્રિકો, જયોતિષીઓ કે ઢોગી બાબાઓને પોતાની સમસ્યા ઉકેલી શકવાની પોતાનામાં શક્તિ નથી તેવું સ્વીકારે છે. જાથાએ અનેક જોતિષીઓને ખુલ્લા કરી પર્દાફાશ કર્યો છે. માફી માંગી પોતાનું પેટીયું રળવા નુસ્ખા કે ભ્રમણા ફેલાવી કમાઈ છે, જે જ્યોતિ જાણી જોઈને ગુમરાહ કે છેતરપિંડી કરે છે તેને જ જાથાના વિચારો લાગુ પડે છે. જાયાના પંડ્યાએ વધુમાં જણાવ્યું કે આપણા દેશમાં ભૂત, પ્રેત, ડાકણ, ચૂડેલ, અદ્રશ્ય શક્તિથી હેરાન કરવું, મેલીવિધા, આસુરી શક્તિ વગેરે હંબક અને વાહિયાત છે અને જાથાના ચેરમેન જયંત પંડયાએ ચમત્કારીક રીતે અન્નનું આપોઆપ સળગવું પ્રયોગ શીખવતાં જણાવ્યું કે વ્હેમ, અંધશ્રદ્ધા, ચમત્કારો માનવાથી માનવીને પાપમાથી મળે છે, વિજ્ઞાનનું પ્રથમ પગથીયું તર્ક-સંશય છે. અંધશ્રદ્ધાથી માનવજાતની અધોગતિ થઈ છે. ચમત્કારો પાછળ વિજ્ઞાનના રહસ્યો છુપાયેલા હોય છે. આપણી અજ્ઞાનતાનો લાભ લેભાગુઓ મેળવે છે. જ્ઞાન-વિજ્ઞાનને સીમાડા નડતા નથી. નમ્રતા, ઉદારતા વિજ્ઞાનનો સ્વભાવ છે. જડતા, અહંકાર, સંકુચિતતા, પોતાના લાભ માટે બીજાને ઉશ્કેરવા પ્રવૃત્તિ છોડી દેવી જોઈએ. ગામનો રૂપિયો ગામ માટે જ ઘાય તેવી સલાત આપી હતી. વર્તમાન સમયમાં દાન આપતા પહેલા સોવાર વિચારવાનો સમય છે. આવેગમાં દાન આપવુ નહિ ભાવુકતાનો લેભાગુઓ ફાયદો ઉઠાવે છે. ઈશ્વર ભગવાનની સ્તુતી, પ્રાર્થના, ફૂલ, મંત્ર બોલીએ તે એક પ્રકારની પ્રશંશા છે. જયારે માનવીની કે દાતાની પ્રાંસા કરવાથી તુરત ફળ મળે છે. આર્થિક રીતે સમૃધ્ધ થવા લોકોને આહવાન કર્યું હતું. સાથેસાથે ભુવાની સાંકળ મારવાની લીલા સહિતના ચમત્કારી પ્રવૃત્તિઓનું સફળ રીતે નિર્દર્શન કરી લોકોને અંધશ્રદ્ધાથી દુર રહેવાની અપીલ કરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..