મોરબી, માળીયા, ટંકારા અને વાંકાનેરમાં મોડીરાત્રીથી આજે સવાર દરમિયાન કેટલાક સ્થળોએ કમોસમી વરસાદ પડ્યો મોરબી : મોરબીમાં ઠંડીના ધીમા પગલે પગરવ વચ્ચે છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને આજે સવારથી વાદળછાયું વાતાવરણ વચ્ચે કેટલાક સ્થળે માવઠું થયાના અહેવાલ મળ્યા છે.મોરબી, માળીયા, ટંકારા અને વાંકાનેરમાં મોડીરાત્રીથી આજે સવાર દરમિયાન કેટલાક સ્થળોએ કમોસમી વરસાદ પડ્યો હતો. મોરબીમાં આજે સવારથી ધાબદછાયા વાતાવરણ વચ્ચે કમોસમી છાંટા પડ્યા હતા.જ્યારે આજે સવારે માળીયાના બોડકી ગામ આસપાસ વિસ્તારમાં ભારે વરસાદી ઝાપટું વરસ્યું હતું. આ વરસાદથી પાણી ગામ સોસરવા વહી નીકળ્યા હતા. જ્યારે માળીયા હાઇવે અને આસપાસના વિસ્તારોમાં ગત મોડીરાત્રે કમોસમી વરસાદ પડ્યો હોવાના અહેવાલ મળે છે. આમ ગઈકાલે મોડીરાત્રીથી આજે સવાર દરમિયાન મોરબી પંથકના કેટલાક સ્થળોએ માવઠું થયું હોવાના વાવડ છે. માળીયાના ભીમસરથી મોરબીના નાગડાવાસ ગામના પટામાં પણ મોટું વરસાદી ઝાપટું પડ્યું હતું. આ ઉપરાંત સરવડ, ભાવપર, મોટા-નાના ભેલા, બિલિયા, બગથળા સહિતનાં ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંય માત્ર છાટા તો ક્યાંક ઝાપટું પડ્યું હતું.જેથી તૈયાર પાકને નુકશાન થયાની ખેડૂતોમાં ફરિયાદ ઉઠી છે અને હજુ વાદળછાયું વાતાવરણ હોય દિવસભર કમોસમી વરસાદ પડે તેવા સંજોગો વર્તાય રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..