મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસે જુના બસસ્ટેન્ડ નજીક મચ્છીપીઠ તકિયા પાસે જાહેરમાં જુગાર રમી રહેલા સાત શખ્સોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જાણવા મળતી વિગતો મુજબ સિટી એ ડિવિઝન પોલીસે જુના બસસ્ટેન્ડ પાછળ મચ્છીપીઠ તકિયા પાસે જાહેરમાં જુગાર રમતા ઇદરીશ ગુલામભાઇ મોવર, ઇર્શાદ ઇકબાલભાઇ ત્રાયા, નીજામુદિન યુસુફશા શાહમદાર, સમીરભાઇ હનીફભાઇ ભટી, અસલમભાઇ કરીમભાઇ માણેક, તોફીકશા ફારૂકશા શાહમદાર અને દિલીપ ઉર્ફે ટકો કાનજીભાઇ ઉભડીયાને તીનપતી રમતા રોકડા રૂ.3430 સાથે ઝડપી લઈ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..