સ્થાનિક લોકોને અંતરીયાળ માર્ગોની હાલાકીથી રાહત મળશે મોરબી : આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ મોરબી જિલ્લાના માળીયા (મી) તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોના રસ્તાનું આવતીકાલે કાલે શુક્રવારે ખાતમુહૂર્ત થાનર છે. જેમાં રાજયમંત્રી બ્રિજેશ મેરજા, સાંસદ મોહન કુંડારિયા, વિનોદ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, ઉપપ્રમુખ જાનકીબેન કૈલા, કારોબારી સમિતિના અધ્યક્ષ જયંતિભાઈ પડસુબિયા, અસ્મિતાબેન ચીખલીયા, મગનભાઈ વડાવીયા,બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા તેમજ ડીડીઓ પરાગ ભગદેવ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. માળીયા તાલુકામાં આવતીકાલે તા.19 ના રોજ ચાચાવડરડાથી માળીયા પીપળીયા હજનાળી સ્ટેટ હાઇવે રસ્તા, કુંતાસીથી હજનાળી રસ્તા, મોટા દહીંસરાથી કુંતાસી રસ્તા, એચ.એસ.થી બોડકી રસ્તા, મોટા દહીંસરાથી નાનાભેલા રસ્તા, મોટા દહીંસરાથી કૃષ્ણનગર રસ્તા પરના સ્લેબ ડ્રેનેડના કામ, વવાણીયાથી ચમનપર નાનાભેલા મોટાભેલા રસ્તા, વવાણીયાથી વર્ષામેડી રસ્તા, મોટાભેલાથી જશાપર રસ્તા, જોઇનિંગ સરદારનગર (સરવડ)થી પીપળીયા-મહેન્દ્રગઢ-સરવડ રસ્તા, મોટી બરારથી નાની બરાર રસ્તા, નાની બરારથી જાજાસર રસ્તા, દેવગઢ-જાજાસર રસ્તાથી શક્તિધામ મંદિર રસ્તા, હળવદ સ્ટેટ હાઇવેથી પંચવટી-ખીરઈ રસ્તા, એન.એચ.થી વીરવિદરકા રસ્તા, ખાખરેચીથી વેણાસર રસ્તા, જુના ઘાટીલાથી ટિકર રોડ અને મંદરકી એપ્રોચ રસ્તાનું ખાતમુહૂર્ત કરાશે. આથી સ્થાનિક લોકોને અંતરીયાળ માર્ગોની હાલાકીથી રાહત મળશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..