વરસાદથી યાર્ડમાં માલ પલળે નહિ તે માટે બે દિવસ જણસીની હરરાજ બંધ રાખવાનો નિર્ણય મોરબી : હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈને મોરબીના માર્કેટિંગ યાર્ડને બે દિવસ બંધ રાખવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જો કે હાલ મોરબીમાં કેટલાક સ્થળે માવઠું થયું છે ત્યારે વરસાદથી યાર્ડમાં માલ પલળે નહિ તે માટે બે દિવસ જણસીની હરરાજ બંધ રાખવામાં આવશે. મોરબીના માર્કેટિંગ યાર્ડ ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિના સેક્રેટરીની યાદીમાં જણાવ્યા મુજબ હવામાન વિભાગની આગાહી મુજબ તા.19 થી તા 21 દરમિયાન ભારે કે અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. ભારે વરસાદ અને તેજ પવન ફૂંકાવાની આગાહીને પગલે મોરબીના માર્કેટિંગ યાર્ડ બે દિવસ બંધ રહેશે અને આ બે દિવસ સુધી વરસાદને કારણે માલને નુકસાન ન થાય તે માટે યાર્ડમાં જણસીઓની હરરાજી સંપૂર્ણપણે ઠપ્પ રહેશે.આથી આ બે દિવસ સુધી ખેડૂતોને યાર્ડમાં માલ ન લાવવાની તાકીદ કરવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..