મોરબી : ABVP મોરબી શાખાનો નગર અભ્યાસ વર્ગ યોજાયો હતો. જેમાં નગર કારોબારી સમિતિના હોદેદારોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં નગર અધ્યક્ષ તરીકે મનહરભાઈ સુદ્રા તેમજ નગરમંત્રી તરીકે વિશ્વરાજસિંહ જાડેજાની નિમણુક કરાઇ છે. ABVP મોરબી શાખા દ્વારા આેમ શાંતિ સંકુલ ખાતે નગર અભ્યાસ વર્ગ યોજાયો હતો. જેમાં નવનિયુક્ત કારોબારીની ઘોષણા કરવામા આવી હતી. મોરબી જીલ્લા પ્રમુખ સંજયભાઈ વીરડીયા, જિલ્લા સંયોજક સંદિપસિંહ જાડેજાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખાના નવનિયુક્ત અધ્યક્ષ તરીકે પ્રો. મનહરભાઈ સૂદ્રા, તેમને MA, B.Ed સુધીનો અભ્યાસ કરેલો છે. નગરમંત્રી તરીકે વિશ્વરાજસિંહ જાડેજાની નિમણુક કરવામાં આવી, તેમને B.A.માં અભ્યાસ કરેલો છે. આ ઉપરાંત, વિવિધ હોદેદારોની પણ નિમણુંક કરવામા આવી છે. જેમાં નગર ઉપાધ્યક્ષ તરીકે મુકતાબેન સોલંકી, નગર સહમંત્રી તરીકે વિનેશભાઈ રાઠોડ, નગર સહમંત્રી તરીકે શિવાંગભાઈ નાનક, નગર સહમંત્રી તરીકે વિધીબેન દોશી, નગર કેમ્પસ પ્રમુખ તરીકે કર્મદીપસિંહ ઝાલા, નગર કેમ્પસ સહ પ્રમુખ તરીકે સંજયભાઈ સાંકડેચા, નગર કેમ્પસ સહ પ્રમુખ તરીકે રાજદિપસિંહ જાડેજા, કાર્યાલય મંત્રી તરીકે બંસીભાઈ અઘારા, સહ કાર્યાલય મંત્રી તરીકે રિધમભાઈ વાછાણી, સોશિયલ મીડિયા સંયોજક તરીકે હર્ષભાઈ પંડ્યા, છાત્રા પ્રમુખ તરીકે આરતીબેન રાંકજા, સહ છાત્રા પ્રમુખ તરીકે ગંગાબેન ભટ્ટ, SFD સંયોજક તરીકે જયેન્દ્ધભાઈ પ્રજાપતિ, SFD સહ સંયોજક તરીકે જયદિપભાઈ ગરચર, SFS સંયોજક તરીકે શકિતસિંહ ઝાલા, SFS સહ સંયોજક તરીકે યશભાઈ પરમાર, TSVP સંયોજક તરીકે હર્ષિતરાજસિંહ ઝાલા, હોસ્ટેલ સંયોજક તરીકે અભયભાઈ સોલિયા, રમતગમત સ્પોર્ટ્સ કાર્ય સંયોજક તરીકે નીલેશભાઈ રાણપરા, સ્ટડી સર્કલ ઇન્ચાર્જ તરીકે સુર્યદીપસિંહ જાડેજા, નગર કોષાધ્યક્ષ તરીકે જશવંતભાઈ મીરાણી, વિશેષ ઉપસ્થિત કારોબારી સદસ્ય તરીકે ડો.ભાવેશભાઈ જેતપરિયા વગેરેની નિમણુંક કરવામાં આવી હતી. વધુમાં, નગર કારોબારી સદસ્યઓની નિમણુંક કરવામાં આવી હતી. જેમાં અનિલભાઈ ખાખરેચા, ધૈર્યભાઈ દવે, વિશ્વરાજસિંહ ઝાલા, જેનીશભાઈ પાટડિયા, ઋત્વિકભાઈ બેરા, પાર્થભાઈ ડાભી, હર્ષદિપસિંહ જાડેજા, કુલદીપભાઈ ખુંગલા, પ્રણવભાઈ માલસ્તર, અનુરાગભાઈ ચૌધરી, હર્શભાઈ મકવાણા વગેરેની નિમણુંક કરવામાં આવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..