મોરબી : મોરબીમાં સરકારી આયુર્વેદ દવાખાના તેમજ સરકારી હોમિયોપથી દવાખાનાના સંયુક્ત ઉપક્રમે આવતીકાલે શુક્રવારે નિ:શુલ્ક નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવનાર છે. સરકારી આયુર્વેદ દવાખાનું, જનરલ હોસ્પિટલ, મોરબી તેમજ સરકારી હોમિયોપથી દવાખાનું, જનરલ હોસ્પિટલ, મોરબી દ્વારા વિનામૂલ્યે આયુર્વેદ તથા હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં નિદાન અને દવા વિનામૂલ્યે આપવામા આવશે. કેમ્પ તારીખ 19/11/2021ને સવારે 9:00 થી બપોરે 12:30 વાઘપરા શેરી નંબર 3, વડેચી માતાજીનો મઢ, મોરબી ખાતે રાખવામાં આવ્યો છે. તો આ કેમ્પનો લાભ લેવા જાહેર જનતાને અનુરોધ કરાયો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..