ઝીંઝુડાથી પકડાયેલા આરોપીઓની કબુલાતના આધારે પંજાબના પાંચ ડ્રગ્સ માફિયાઓની ધરપકડ મોરબી : દેવભૂમિ દ્વારકાના સલાયાથી ઝીંઝુડા પહોંચેલ 593 કરોડ રૂપિયાના હેરોઇન ડ્રગ્સનો આ જથ્થો આરોપીઓ પંજાબ મોકલનાર હોવાની કબૂલાત આપતા પંજાબના પાંચ ડ્રગ્સ માફિયાઓને ગિરફતમાં લેવાયા હોવાનું ATSના સૂત્રો જણાવી રહ્યા છે. પાકિસ્તાનથી દરિયાઇ માર્ગે સલાયા પહોંચેલા 118 કિલોગ્રામ હેરોઇનનું કન્સાઇનમેન્ટ મોરબીના ઝીઝુંડા ગામમાં રહેતા સમસુદ્દીન હુસેનમિયા સૈયદના ઘરે પહોંચ્યા બાદ ATS ટીમે 593.25 કરોડના ડ્રગ્સ સાથે ત્રણ આરોપીઓને દબોચી લીધા છે અને આ ત્રણેય આરોપીઓ 12 દિવસના રિમાન્ડ ઉપર સોપાતા અનેક નવા નવા રહસ્યો ઉજાગર થઈ રહ્યા છે. વધુમાં આરોપીઓ 593 કરોડનું આ કન્સાઇનમેન્ટ પંજાબ મોકલવાનું હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યુ છે. ડ્રગ્સ આકાઓની કબુલાતને પગલે પોલીસે પંજાબના આરોપીને આઇડેન્ટીફાઇ કર્યા છે. જેમાંથી પાંચ આરોપીને દબોચી લીધા હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ પાકિસ્તાનથી કરોડનું ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ મોકલનાર ઝાહીદ બલોચના પિતા બશીર બલોચની પણ ઇન્ડોનેશિયામાં બીજા 600 કરોડના હેરોઇન સાથે ઝડપાયો હોવાનું પોલીસસૂત્રો તરફથી જાણવા મળ્યું છે. ગુજરાતમાંથી જેટલું હેરોઇન દરિયાઇ માર્ગે ઘૂસાડવામાં આવે છે તેનો ગુજરાતમાં ઉપયોગ થતો નથી. પરંતુ પંજાબ અને રાજસ્થાનની સરહદો સીલ કરવામાં આવી હોવાથી ગુજરાતના દરિયાઇ માર્ગનો ઉપયોગ ડ્રગ્સની હેરાફેરી માટે કરવામાં આવી રહ્યો છે. ગુજરાતના દરિયાકાંઠાના રૂટનો ડ્રગ્સની હેરાફેરી માટે ઉપયોગ થઇ રહ્યો છે. આ અંગે એટીએસના ડીઆઇજી હીમાંશુ શુકલાએ જણાવ્યું હતું કે, કરોડોના હેરોઇન કેસમાં નજીકના દિવસોમાં મોટા ખુલાસા કરવામાં આવશે. આરોપીઓ હેરોઇન ઘૂસાડવા માટે વેગનાર કારની પાછળની લાઇટની પાછળ એક ગુપ્ત ખાનુ બનાવ્યું હતું. તે ખાનામાંથી ડ્રગ્સ છુપાવી પંજાબ મોકલવાનું હતું. તેમજ પકડાયેલા ત્રણ આરોપી મુખ્તાર હુસેન ઉર્ફે જબ્બાર હાજુ નુર મોહમ્મદ રાવ, સમસુદ્દીન હુસેનમિયા સૈયદ અને ગુલામ હુસેન ઉમર ભગાડની પૂછપરછ કરતાં ઘણા મોટા ખુલાસા થયા હોવાનું તેમને ઉમેર્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..