ક્રાઈમ કોન્ફરન્સ દરમિયાન વિવિધ ગુન્હાનો ભેદ ઉકેલવામાં સરાહનીય કામગીરી બદલ એસપીના હસ્તે કરાયું સન્માન મોરબી : મોરબીની પોલીસ અધિક્ષક કચેરી ખાતે જિલ્લાના સુપરવાઇઝરી અધિકારી તથા થાણા અધિકારીખોની ક્રાઈમ કોન્ફરન્સ રાખવામાં આવેલ હતી.આ કાઈમ કોન્ફરન્સ દરમિયાન જિલ્લાના પોલીસ અધિકારી અને કર્મચારીઓને વિવિધ ગુન્હાઓનો ભેદ ઉકેલવવામાં ઉત્કૃષ્ઠ અને સાહનીય કામગીરી બદલ એસપી એસ.આર. ઓડેદરા દ્વારા પ્રશંસાપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. મોરબી સીટી બી ડીવીજન પોલીસ મથકમાં ફરજ બજાવી ગયેલ અને હાલ હળવદ પોલીસ મથકમાં ફરજ બજાવતા એ.એ.જાડેજા,પોલીસ સબ ઇન્સ્પેકટર, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પ્રદીપસિંહ બી.ઝાલા, અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ, ભગીરથભાઇ દાદુભાઇ લોખીલ, અનાર્મ પોલીસ કોન્સ્ટેબલને ચોરી સહિતના ગુનાઓ શોધી કાઢી આરોપીઓને ચીરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડવા બદલ સન્માનીત કરવામાં આવેલ હતા. ટંકારા પોલીસ મથકમાં એ.એસ.આઇ તરીકે ફરજ બજાવતા મહમદ ઉસ્માન કાદરબક્ષ બ્લોચને ટંકારાના સખપર ગામમાં નદીના પટમાં આવેલ મેલડી માતાજીના મંદિર ખાતે અગાઉ ભારે વરસાદ દરમિયાન પાણીના પુરમાં ફસાયેલા સ્થાનિક ગોપાલભાઈ પરષોત્તમભાઈ સોલંકી તેમજ અન્ય પાંચ જેટલા વ્યક્તિઓને બહાર કાઢવા સતત પ્રયત્નશીલ રહી મોડી રાત્રી સુધી કામગીરી કરી પુરમાં ફસાયેલ તમામ ૬ લોકોનું રેસ્કયુ કરી સલામત સ્થળે ખસેડવાની પ્રશંસનીય કામગીરી બદલ સન્માનીત કરવામાં આવેલ હતા અને ટંકારા પોલીસ મથકમાં એ.એસ.આઇ. તરીકે ફરજ બજાવતા ફારૂકભાઇ યાકુબભાઈ પટેલને ટ્રાફિક નિયમન અંગેની કામગીરી તેમજ ચીરીનો ભેદ ઉકેલવાની કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. મોરબી એસ.સી-એસ.ટી.સેલમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ હકુભા જાડેજાને નાયબ પોલીસ અધિક્ષક એસ.સી-એસ.ટી.સેલનાઓ સાથે મદદમાં રહી ખૂબ જ સારી કામગીરી બદલ સન્માનીત કરવામાં આવેલ હતા. સીટી ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા.પો.હેડ કોન્સ. નાગદાનભાઇ કિશીદાન ઇશરાણીને ઉમિયા ચોક સર્કલ ખાતે અગાઉ વરસાદ દરમિયાન રોડ પર પડેલા ખાડાઓમાં કપચી, રેતી તથા તાસ જાતેથી ભરી ખાડાઓ બુરી રોડને સમતલ કરી લોકોને પડતી હાલાકી દુર કરી ટ્રાફિક નિયમન અંગેની પ્રશંસનીય કામગીરી બદલ તેમજ ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા ચાર ટી.આર.બી. સભ્યોને પણ સન્માીત કરવામાં આવેલ હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..