મોરબી : મોરબીના જેતપર રોડ ઉપર તંત્રની બેદરકારીને પાપે પડી ગયેલા મસમોટા ખાડાના કારણે કઈ કેટલાય લોકો જીવ ગુમાવી રહ્યા છે ત્યારે આવા જ એક ખાડાના કારણે રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલકને ઇજાઓ પહોંચતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મોરબી તાલુકા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ જેતપર રંગપર રોડ ઉપર બાઈક લઈને પસાર થઈ રહેલા જેતપર ગામના ભાવેશભાઇ રામજીભાઇ પરમાર સાથે રીક્ષા નં. GJ-03-AZ-5944 અથડાતા હાથ, પગના ભાગે ઇજાઓ અને ફ્રેક્ચર થયું હતું. વધુમાં રીક્ષા ચાલક રોડ ઉપર પડેલો ખાડો તારવવા જતા આ અકસ્માત સર્જાયો હોવાનું અને સમાધાનની વાતચીત ચાલતી હતી પરંતુ સમાધાન ન થતા ગત તા.14ના રોજ થયેલા અકસ્માત અંગે ગઈકાલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રીક્ષા ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..