આજે લાલા લજપતરાયની પુણ્યતિથિ : પંજાબ બેંકમાં જવાહરલાલ નેહરુ સહિત અનેક મોટા સ્વાતંત્ર સેનાનીઓના એકાઉન્ટ પણ હતા આજે તા. 17 નવેમ્બરના રોજ દેશના વીર સપૂત 'પંજાબ કેસરી' તરીકે પ્રસિદ્ધ લાલા લજપતરાયની પુણ્યતિથિ છે. તેમનો જન્મ 28 જાન્યુઆરી, 1865ના રોજ થયો હતો. અને તેમનું અવસાન 1928માં થયું હતું. ગરીબોને સરળતાથી લોન મળે તે માટે લાલા લજપતરાયે લાહોરમાં સ્થાપેલ પંજાબ બેંકમાં જવાહરલાલ નેહરુ સહિત અનેક મોટા સ્વાતંત્ર સેનાનીઓના એકાઉન્ટ પણ હતા. દેશની સ્વતંત્રતાની ચળવળ વખતે શાહુકારોના શોષણમાંથી ગરીબોને મુક્ત કરવા સ્વદેશી બેંકની જરુર ઉભી થઇ હતી. આર્યસમાજના નેતા રાયમૂલ રાજે આ વાત લાલા લજપતરાયને જણાવી હતી. લાલા લજપતરાયે હરકિશનલાલ, દયાલસિંહ મજીઠિયા, કાલી પ્રસન્ના રોય, પ્રભુદયાલ લાલા ઢોલનદાસ જેવા સાથીઓને બેંક શરુ કરવા સમજાવ્યા હતા. આ બેંકની સ્થાપના સાથે સંકળાયેલાઓ મોટા ભાગના આર્યસમાજી અને રાષ્ટ્રવાદીઓ હોવાથી અંગ્રેજ સરકારે કોઈપણ મદદ કરી ન હતી. છેવટે તેમણે મિત્રોના સહયોગથી રૂ. 2 લાખ રુપિયા એકત્ર કરી 1985માં લાહોરમાં પંજાબ બેંકની સ્થાપના કરી હતી. પંજાબ બેંકની પ્રથમ શાખા 12 એપ્રિલ, 1895ના રોજ પાકિસ્તાનના લાહોર શહેરના ગણપતરાય રોડ પર શરુ કરાઈ હતી. આ બેંકનું 18 મે, 1894માં ઇસ્ટ ઇન્ડિયા કંપની એકટ 1882 અધિનિયમ 6 હેઠળ રજીસ્ટ્રેશન થયું હતું. પંજાબ બેંકમાં પ્રથમ એકાઉન્ટ પણ લાલા લજપતરાયે જ ખોલાવ્યું હતું. આ ઉપરાંત, જવાહરલાલ નેહરુ સહિત આઝાદીની ચળવળમાં ભાગ લેનારા અનેક નામી-અનામી લોકોના ખાતા પણ હતા. લાલા લજપતરાયનો આ વિચાર સફળ થયો અને બેંકની વધુ શાખાઓ ખૂલી હતી. 1940માં એ સમયની ભગવાનદાસ બેંક પંજાબ બેંકમાં મર્જ થઇ હતી. 31 માર્ચ, 1947માં પંજાબ બેંકને લાહોર હાઇકોર્ટ દ્વારા દિલ્હીમાં રજીસ્ટ્રેશન કરાવવાની મંજૂરી મળી હતી. 1969માં 13 બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું જેમાં પંજાબ બેંક પણ હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..