કૃષિ વૈજ્ઞાનિકોએ ખેડૂતોને રવિ પાકના વાવેતર અને ઉછેર વિશે સચોટ માર્ગદર્શન આપ્યું મોરબી : મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં આજે કિશાન શિબિર યોજાઈ હતી. જેમાં કૃષિ વૈજ્ઞાનિકોએ ખેડૂતોને રવિ પાકના વાવેતર અને ઉછેર વિશે સચોટ માર્ગદર્શન આપ્યું હતું. મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે વન વિભાગ ટંકારા રેન્જ તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબીના સંયુક્ત ઉપક્રમે આજે તા.૧૭ ના રોજ એક કિસાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિર માં હાજર રહેલા ખેડૂતોને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના શાકભાજી વિભાગના ડો. કે.બી. આંસોદરિયાએ ખેડૂતોને શિયાળુ પાકમાં ડુંગળી અને લસણ બાબતે માર્ગદર્શન આપ્યું હતું.જ્યારે આ કેન્દ્રના વૈજ્ઞાનિક ડી.એ.સરડવાએ એગ્રો ફોરેસ્ટ્રીનું ખેતીમાં મહત્વ સમજાવ્યું હતું. વનવિભાગના ઓફિસર સંઘાણીએ સામાજિક વનીકરણ યોજના અંગે ખેડૂતોને માહિતગાર કર્યા હતા. શિબિરના અંતે આ કેન્દ્રના વડા ડો. એલ. એલ.જીવાણીએ આભાર વિધિ કરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..