મોરબીના ઉમીયા સર્કલ પાસે કન્ટ્રકશન સાઇટ ઉપર બનેલી કરુણ ઘટના મોરબી : મોરબીના ઉમીયા સર્કલ પાસે કન્ટ્રકશન સાઇટ ઉપર ત્રીજા માળે ફેબ્રીકેશન કામ વખતે નીચે પડી જતા આધેડનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની એ ડિવિઝન પોલીસ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રવાપર ગામે રહેતા નટવરભાઇ મનજીભાઇ કૈલા (ઉવ-૫૨) નામના આધેડ ગઈકાલે તા.૧૬ ના રોજ ઉમીયા નગર નજીક ઉમીયા સર્કલ પાસે કન્ટ્રકશન સાઇટ ઉપર ત્રણ માળની બીલ્ડીંગમાં ફેબ્રીકેશનનુ કામ કરતા હતા. ત્યારે આ કન્ટ્રકશન સાઇટના ત્રણ માળની બીલ્ડીંગમા ત્રીજા માળેથી પડી જતા તેઓનું મોત નીપજ્યું હતું.બાદમાં તેમના મૃતદેહને પીએમ અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.આ બનાવની જાણ થતાં મોરબી એ ડિવિઝન પોલીસે આ બનાવની અકસ્માતે મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..