સોશિયલ મીડિયા થકી સરકારી યોજનાઓનો સૌથી વધુ પ્રચાર પ્રસાર કરવા બદલ સમગ્ર પ્રદેશ કારોબારીએ મેરજાને તાલીઓના ગડગડાટથી વધાવ્યા મોરબી : મોરબી- માળિયાના ધારાસભ્ય તથા રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગનો સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રી બ્રિજેશભાઈ મેરજાને સૌથી હાઈટેક મિનિસ્ટર તરીકેનું બહુમાન મળ્યું છે. આ બહુમાન પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે પ્રદેશ કારોબારીમાં આપ્યું છે. જેને સમગ્ર કારોબારીએ તાલીઓના ગડગડાટથી વધાવ્યું પણ છે. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા અગાઉ કેવડિયા ખાતેની પ્રદેશ કારોબારીમાં દરેક ધારાસભ્યને ટેબ્લેટ આપ્યા હતા. ધારાસભ્ય તથા મંત્રીઓ ટેકનોસેવી થાય અને સરકારની યોજનાઓનો પ્રચાર કરે તેમજ જેના સંપર્કમાં આવે તેને જરૂરી યોજના છે તે ફોરવર્ડ કરીને સમજાવે તે ઉદેશથી દરેકને ટેબ્લેટ આપી ટેક્નોસેવી બનવાની પહેલ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા દ્વારા સરકારની યોજનાઓના પ્રચાર પ્રસારના કામમાં મંત્રી બ્રિજેશભાઈ મેરજા નંબર વન ઉપર આવ્યા છે. તેઓએ કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની યોજનાઓનો સૌથી વધુ પ્રચાર- પ્રસાર કર્યો છે. જેથી આજની પ્રદેશ કારોબારીમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા તેઓને હાઈટેક મિનિસ્ટરનું બહુમાન આપવામાં આવ્યું છે. આ સાથે બ્રિજેશભાઈને સમગ્ર કારોબારીએ તાલીઓના ગડગડાટથી સન્માન આપ્યું હતું.