ચાંપતી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે એટીએસ ટીમે 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા મોરબી : મોરબીના ઝીંઝુડા ગામેથી ગઈકાલે એટીએસ દ્વારા ગુપ્ત ઓપરેશન પાર પાડી ત્રણ ઈસમોને 600 કરોડ રૂપિયાના 120 કિલોગ્રામ હેરોઇનના જથ્થા સાથે ઝડપી લીધા બાદ આજે ઉઘડતી અદાલતે ત્રણેય આરોપીઓને 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે રજુ કરવામાં આવ્યા હતા. દેવભૂમિ દ્વારકા પોલીસે મુંબઈના શખ્સને ડ્રગ્સ સાથે ઝડપી લીધા બાદ સલાયામાંથી મોટાપ્રમાણમાં ડ્રગ્સ પકડાયું હતું અને સલાયા ઉતરેલા ડ્રગ્સ પૈકીનો મોટો જથ્થો મોરબી જિલ્લાના ઝીંઝુડા ગામે ઉતર્યો હોવાની આરોપીઓની કબૂલાત બાદ એટીએસ દ્વારા મોરબી એસઓજીને સાથે રાખી ઝીંઝુડા ગામેથી સમસુદ્દીન હુસૈનમીયાં સૈયદ, ઉ.વ.37ના રહેણાંકમાંથી રૂપિયા 600 કરોડના ડ્રગ્સ સાથે મુખ્તાર હુશૈન ઉર્ફે જબ્બાર હાજી નૂરમોહમ્મદ રાવ, ઉ.વ.39 રહે. બસ સ્ટેન્ડ રોડ, મેઇન બજાર, જોડીયા અને ગુલામ હુસૈન ઉંમર ભગાડ રહે સલાયા, દેવભૂમી દ્વારકા વાળાઓની ધરપકડ કરવામાં આવી હતી. દરમિયાન 24 કલાકથી વધુ સમય સુધી ઝીંઝુડા ગામે તપાસનો ધમધમાટ ચાલ્યા બાદ મોડીરાત્રે ત્રણેય આરોપીઓ અને ડ્રગ્સના જથ્થા સાથે એટીએસની ટિમ મોરબી આવી હતી જે બાદ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી આજે મોરબી સેસન્સ કોર્ટ ખાતે ત્રણેય આરોપીઓને 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..