ભળીયાદ નજીક આવેલ કારખાનાના લેબર ક્વાર્ટરની ઘટના મોરબી : મોરબીના ભળીયાદ ખાતે આવેલ કારખાનાની ઓરડીમાં રહેતા શ્રમિકો વચ્ચે પાણીના નળમાં મોટર મુકવા મામલે થયેલી માથાકૂટમાં સંજયભાઈ નામની વ્યક્તિને ત્રણ શખ્સોએ લાકડાના ધોકા વડે માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ભડીયાદ 555 નળિયાના કારખાનામાં રહેતા સંજયભાઈ કરશનભાઈ આત્રેશાએ આ કારખાનામાં જ રહેતા ચિરાગભાઈ સુરેલા, અશોકભાઈ સુરેલા તથા અશોકના સાળા મુન્ના વિરુદ્ધ તેઓને પાણીના નળમાં મોટર મુકવા મામલે લાકડાના ધોકા વડે માર મારવા અંગે ફરિયાદ નોંધાવી છે. પોલીસે સંજયભાઈની ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..