મોરબી એલસીબીએ જુગારધામ ઉપર ત્રાટકીને રોકડા રૂ.84,900 જપ્ત કર્યા મોરબી : મોરબી એલસીબીએ આજે બાતમીના આધારે હળવદના રહેણાકમાં ધમધમતા ઘોડીપાસાના જુગરધામ ઉપર ત્રાટકીને આ ઘોડીપાસાનું જુગરધામ ઝડપી લીધું હતું. તેમજ ઘોડીપાસાનો જુગાર રમતા 11 આરોપીઓને દબોચી લીધા હતા અને સ્થળ ઉપરથી રોકડા રૂ.84,900 જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે. મોરબી જિલ્લામાં જુગારની બદી ઉપર અંકુશ મેળવવા માટે યોગ્ય કાર્યવાહી કરવાની એસપી એસ.આર.ઓડેદરાની સૂચનાને ધ્યાને લઈને મોરબી એલસીબી સ્ટાફ ગતરાત્રે હળવદ વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન એલસીબી સ્ટાફને નક્કર બાતમી મળી હતી કે, હળવદના બસ સ્ટેન્ડ પાછળ આવેલ નવાવાસમાં રહેતા દિલીપભાઈ જેઠાભાઇ પુરાણી પોતાના મકાનમાં ઘોડીપાસાના જુગારનો અખાડો ચલાવે છે. આ પ્રકારની બાતમી મળતા એલસીબી સ્ટાફ તે આરોપીના મકાનમાં ત્રાટક્યો હતો અને મકાનમાં જુગાર રમતા આરોપીઓ ગોવિદભાઇ મોહનભાઇ પરમાર, વિજયભાઇ પ્રેમજીભાઇ મોરી, વિજયભાઇ મનસુખભાઇ વાધેલા, હમીદભાઇ અહેમદભાઇ બેલીમ, વિશાલ ઉર્ફે ભોડી પ્રવિણભાઇ બાબરીયા, ગીરીશભાઇ જગદિશભાઇ પરમાર, સોહીલભાઇ મહમદભાઇ નાગોરી, કાંતીભાઇ નાનજીભાઇ પરમાર, દીલીપભાઇ મનસુભાઇ રાઠોડ, જશુભાઇ ગલાભાઇ રાઠોડ, દિલીપભાઇ જેઠાભાઇ પુરાણીને રોકડા રૂ..84,900 સાથે ઝડપી લીધા હતા. આ સફળ કામગીરી એલસીબી પીઆઇ વી.બી.જાડેજા, પીએસઆઇ એન.બી.ડાભી, પોલીસ હેડ કોન્સ. ચંદુભાઇ કાણોતરા, નિરવભાઇ મકવાણા, દશરથસિંહ ચાવડા, પો.કોન્સ.દશરથસિંહ પરમાર, ભરતભાઇ જીલરીયા તથા ભગીરથસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..