મોરબી : મોરબીમાં તુલસીવિવાહ નિમિતે એવન્યુ પાર્કમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કુંવારિકાઓ, મહિલાઓ સહીત બાળકો પણ તુલસીવિવાહમાં ઝૂમ્યા હતા. દેવ-દિવાળી નિમિતે મોરબીમાં ઠેર-ઠેર તુલસીવિવાહની ઉજવણી ઉમંગ-ઉલ્લાસ સાથે કરવામાં આવી હતી. લોકો તુલસીજી અને ઠાકોરજીના વિવાહ કરાવી એક અનોખા લગ્નપ્રસંગનો આનંદ માણ્યો હતો. અબીલ-ગુલાલ, ફટાકડા, ઢોલ વગાડવીને ઠાકોરજીની જાન જોડવામાં આવી હતી. તુલસીવિવાહમાં કુમારિકાઓ જ ઠાકોરજી અને તુલસીજી બનતી હોય છે. ત્યારે તેઓ પોતાની સાથે ઠાકોરજી અને તુલસીજી રાખે છે. દેવઉઠી અગિયારસ નિમિતે મોરબીના એવન્યુ પાર્ક સોસાયટીના મહિલા ગ્રુપ દ્વારા તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સોસાયટીના તમામ સભ્યોએ ઉત્સાહભેર ઉજવણી કરી હતી. તુલસી વિવાહના અનોખા પ્રસંગનો લહાવો લેવા એવન્યુ પાર્કના લોકોએ ઠાકોરજીની ત્રણ જાન જોડી હતી. કુમારિકાઓએ ઠાકોરજી જેવો શણગાર કર્યો હતો. ઢોલ, નગારા અને ફટાકડા ફોડી ત્રણ કુવારિકાઓએ જાનના સામૈયા કર્યા હતા. આ દરમિયાન લગ્નમાં જે-જે વિધિઓ કરાતી હોય તે તમામ વિધિઓ કરવામાં આવી હતી. હસ્તમેળાપ, કન્યાદાન, ફેરા કરવામાં આવ્યા હતા. સોસાયટીના બાળ ગોપાલે જવ-તલ હોમ્યા હતા. વૃદ્ધ મહિલાઓએ યુગલને આશીર્વાદ આપ્યા હતા. અંતે લોકોએ સાથે નાસ્તો કરી તુલસીજીની વિદાય કરી હતી. આમ, શાલિગ્રામ અને તુલસીના વિવાહ રંગેચંગે ઉજવીને મનોરંજન સાથે આદ્યાત્મિક સંગમ સધાયો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..