મોરબી: નેશનલ યુથ એવોર્ડ મેળવવા માટે ઉમેદવારો ૧૯મી સુધીમાં અરજી કરી શકશે. રાષ્ટ્રના વિકાસમાં, સમાજ સેવામાં, યુવાઓ માટેની પ્રવૃત્તિઓ, શોધ અને સંશોધન, સાંસ્કૃત્તિક વારસો, માનવાધિકારના પ્રચાર, કલા અને સાહિત્ય, પ્રવાસન, પરંપરાગત ઔષધી, જાગૃત નાગરીકતા, સામુદાયીક સેવા, રમતગમત અને શૈક્ષણીક શ્રેષ્ઠતાતથા સ્માર્ટ લર્નીંગ ક્ષેત્રે અભૂતપૂર્વ કામ કરનાર યુવક-યુવતીઓને પ્રતિ વર્ષ નેશનલ યુથ એવોર્ડ પ્રદાન કરવામાં આવે છે. ભારત સરકાર દ્વારા નેશનલ યુથ એવોર્ડ ૨૦૧૯-૨૦ માટેના નામાંકન તા. ૧૯/૧૧/૨૦૨૧ સુધીમાં https://innovate.mygov.in/national-youth-award-2020/ ઉપર મંગાવવામાં આવેલ છે. લાયકાત ધરાવનાર ઉમેદવારોને સમય મર્યાદામાં વેબ પોર્ટલ ઉપર પોતાની અરજીઓ મોકલી આપવા જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..