મોરબી: અનુસૂચિત જાતિના કલાકારો માટે લોક નૃત્યની તાલીમ શિબિર યોજાનાર છે. આ શિબિરમાં ભાગ લેવા માટે કલાકારો જિલ્લા યુવા વિકાસ અધિકારીને અરજી કરી શકશે. રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા અનુસૂચિત જાતિના કલાકારોની લોકનૃત્યની તાલીમ શિબિર યોજાશે.આ શિબિરમાં 14 થી 35 વર્ષ સુધીના અનુસૂચિત જાતિના કલાકારો ભાગ લઇ શકશે. મધ્ય ગુજરાત પ્રદેશ કક્ષાની તાલીમ શિબિરનું આયોજન ખેડા-નડિયાદ ખાતે તારીખ 21 નવેમ્બર 2021થી 26 નવેમ્બર 2021 સુધી યોજાશે.જેમાં મોરબી જિલ્લાના કલાકારો ભાગ લઇ શકશે.આ શિબિરમાં ભાગ લેવા માટે સાદા કાગળમાં પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફસ સાથે નામ, સરનામું, મોબાઈલ નંબર, કલાક્ષેત્રે કરેલ કામગીરીની સંક્ષિપ્ત વિગત લખી જિલ્લા યુવા વિકાસ અધિકારીના ઇ મેઈલ આઈડી dydomorbi36@gmail.com પર તારીખ 18/11/2021ના રોજ સવારે ૧૧ કલાક સુધીમાં મોકલી આપવા જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા જણાવાયું છે.