મોરબી: મોરબીના નવા દેરાળા ગામે આગામી તારીખ 16 નવેમ્બરને મંગળવારે રાત્રે 9:30 કલાકે ધાર્મિક અને હાસ્યથી ભરપુર નાટક ભજવાશે. બજરંગ યુવક મંડળ આયોજિત આ કાર્યક્રમમાં મહાન ધાર્મિક નાટક શેતલને કાંઠે આલણ ને દેવરો સાથે હાસ્યથી ભરપુર કોમિક એથીયો અને પેથીયો નાટક ભજવાશે. આ પુણ્ય કાર્યમાં સર્વેને સહભાગી થવા અને નાટક નિહાળવા બજરંગ યુવક મંડળ દ્વારા અનુરોધ કરાયો છે.