પીપળી જેતપર રોડ ઉપર મોડી રાત્રે એક વાગ્યા બાદ આગ લાગી : મોરબી અને રાજકોટ ફાયર બ્રિગેડે સવાર સુધી પાણીનો મારો ચલાવ્યો મોરબી : મોરબીના જેતપર પીપળી રોડ ઉપર આવેલી કિચન સિંક બનાવતી સ્ટીલ ફેકટરીમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા મોરબી અને રાજકોટ ફાયર બ્રિગેડ ટીમોએ સવાર સુધી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. આગને કારણે અંદાજે 30થી 40 લાખનું નુકશાન ગયાનું બહાર આવ્યું છે. બનાવ અંગે મોરબી ફાયર બ્રિગેડ વિભાગના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ગતરાત્રીના પીપળી રોડ ઉપર આવેલ કિચન સિંક બનાવતી ઇટાનો સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝમાં એકાદ વાગ્યાના અરસામાં આગ લાગતા કોલ આવતા ફાયર ફાયટરો સાથે ફાયર બ્રિગેડની ટિમ ઘટનાસ્થળે પહોંચી હતી. વધુમાં આગ વિકરાળ હોય તુરત જ રાજકોટ ફાયર બ્રિગેડની મદદ માંગવામાં આવી હતી અને વહેલી સવારે છ વાગ્યા સુધી સાતથી આઠ ગાડી પાણીનો મારો ચલાવતા આગ કાબુમાં આવી બુઝાઈ હતી. દરમિયાન ઇટાનો સ્ટીલ ફેકટરીના સંચાલક રવિભાઈ ફુલતરિયાએ શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અને અંદાજે 30 થી 40 લાખની નુકશાની હોવાનો અંદાજ આપી સદનસીબે કોઈ જાનહાની થઈ ન હોવાનું જણાવ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..