સાસંદ મોહનભાઇ કુંડારીયાના હસ્તે હોલનું લોકાર્પણ અને ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનુ અનાવરણ કરાયું મોરબી : મોરબી તાલુકાના લાલપર ગામે સાસંદ મોહનભાઇ કુંડારીયાના હસ્તે ડો. બાબાસાહેબ આંબેડકર કોમ્યુનિટી હોલનુ ઉદઘાટન કરાયું હતું. લાલપર ગામે સાસંદ સભ્ય મોહનભાઇ કુંડારીયાની ગ્રાન્ટમાથી રુ. 5 લાખના ખર્ચે કોમ્યુનિટી હોલનુ નિર્માણ પુર્ણ થતા સાસંદ મોહનભાઇ કુંડારીયાના હસ્તે લોકાર્પણ કરાયું તથા ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનુ અનાવરણ પુ્ષ્પ માળા પહેરાવી કરવામા આવ્યુ હતું. આ તકે સાસંદ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બંધારણના ઘડવૈયા બાબાસાહેબની સ્મુર્તિ માટે ભારતમા જુદી જુદી જગ્યાને પંચતિર્થ તરીકે વિકસાવવામા આવે તથા ડો. બાબાસાહેબ આંબેડકરના જીવનમાથી બોધ લઇ તેમના સિધ્ધાંતોને જીવનમા ઉતારીએ એવી અપીલ કરી હતી. આ કાર્યક્રમમા હીરાભાઇ ટમારીયા (ચેરમેન, આરોગ્ય સમિતિ જીલ્લા પંચાયત મોરબી) તથા અરવિંદભાઇ વાસદડીયા (પ્રમુખ, મોરબી તાલુકા ભાજપ), જેઠાભાઇ પારેધી, નિલેશ જેતપરીયા (પ્રમુખ, સિરામિક એશોસિયન), કાનજીભાઇ ચાવડા, વિક્રમસિંહ ઝાલા, હંસાબેન ગોરધનભાઇ સોલંકી, ચેરમેન (તા.પં. મેારબી), ગોપાલ સોલંકી, સરપંચ શારદાબેન રમેશભાઇ વાસદડીયા, લાલજીભાઇ સોલંકી સહિતના મહાનુભાવો જોડાયા હતા. કાર્યક્રમનુ સંચાલન કનુભાઇ ચૌહાણે કર્યુ તથા કાર્યક્રમના આયોજક ડુંગર ભગત, સંજય સોલંકીની ટીમ દ્વારા તમામ મહેમાનોનો આભાર માનવામા આવ્યો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..