ગ્રામ પંચાયતની પાણી પુરવઠા વિભાગમાં રજૂઆત, માત્ર અડધો કિલોમીટર લાઈન નાખી સુવિધા આપવા માંગ મોરબી : હજનાળી ગામને પીવાનું પાણી પીપળીયા ચાર રસ્તા ખાતે આવેલા સંપને બદલે હજનાળી સંપમાંથી જ પૂરતું પાણી પૂરું પાડવા ગ્રામ પંચાયત દ્વારા ગુજરાત રાજ્ય પાણી પુરવઠા વિભાગને રજૂઆત કરાઇ છે. લેખિતમાં કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે અત્યારે હજનાળી ગામે જે પીવાનું પાણી મળે છે તે પાણી પીપળીયા ચાર રસ્તા સંપમાંથી મળે છે તે પીવાનું પાણી ગામને પૂરું પડતું નથી. કારણકે પીપળીયા ચાર રસ્તાથી હજનાળી ગામ સુધી ઘણા બધા કારખાના બની ગયા છે. જેમાં પણ પીવાનું પાણી મજૂરોને પૂરું પડાય છે. હજનાળી ગામની વસ્તી પણ હાલ 1880 જેટલી છે.જેથી હજનાળી ગામને પીવાનું પાણી હજનાળી સંપ માંથી જ મળે તેવી રજૂઆત કરાઇ છે. કારણ કે આ સંપ ગામથી માત્ર અડધો કિલોમીટર દૂર છે અને માત્ર અડધો કિલોમીટર જેટલી પીવાના પાણીની લાઈન નાખવી પડે તેમ છે જો આ લાઇન નાખી ગામને પીવાનું પાણી હજનાળી સંપમાંથી મળે તો પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તેમ છે. જેથી ઉપરોક્ત બાબતે ઘટતી કાર્યવાહી કરવા અંતમાં જણાવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..