મોરબી : મોરબીના ભરતનગર ગામ પાસે લોહીની ઉલ્ટી થયા બાદ રાજસ્થાનના ટ્રક ડ્રાઇવરનું મોત નીપજ્યું હતું. જો કે આ બનાવમાં મૃતકના વિશેરા લીધા બાદ પોલીસની તપાસમાં બીમારી સબબ તેનું મોત થયાનું ખુલ્યું છે. મોરબીના ભરતનગર ગામ પાસે સોમનાથ મહાદેવ હોટલના પાર્કીગમા જયપુર (રાજસ્થાન)ના ટ્રક ડ્રાઇવર ઉમરાવસિંધ ગ્યારશીલાલ સિંધ (ઉવ.૫૪) નું તા.૧૨ ના રોજ લોહીની ઉલ્ટી થયા બાદ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકને છેલ્લા ચાર માસથી તાવ આવેલ હોય તથા શ્ર્વાસની બિમારી હોય છતાં ટ્રક ડ્રાઇવિંગમા આવેલ હોય ત્યારે તેને ભરતનગર પાસે સોમનાથ મહાદેવ હોટલ પાસે પાર્કિગમા ગાડી રાખેલ અને ત્યા બિમારીના કારણે લોહીની ઉલ્ટી થતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઉપરાંત પી.એમ. વખતે લાશ ઉપરથી વિશેરા લીધા બાદ મરણ જનારના ભાઇનુ નિવેદન લેતા મરણ જનાર ચાર માસથી બિમાર હોય અને બિમારીના કારણે નાક તથા મોઢામાથી લોહી નીકળી જતા મરણ ગયેલ હોવાનું ખુલ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..