મોરબી : જામનગર ગામના જોડિયા તાલુકાના અંબાલા ગામમાં ગૌશાળાના લાભાર્થે ગુરુવારે સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે. આમરણ નજીક આવેલ અંબાલા ગામે ગાંભવા પરિવાર દ્વારા સ્વ. ગોવિંદભાઇ ગાંભવાના સ્મરણાર્થે ગૌશાળાના લાભાર્થે આગામી તા. 18ને ગુરુવારે રાત્રે 9 કલાકે સંતવાણી કાર્યક્રમ યોજાશે. જેમાં ગાયક તરીકે ગોપાલ સાધુ અને પીનલ પ્રજાપતિ હાજર રહેશે. અને દિનેશ સેવક પ્રાસંગિક વક્તવ્ય આપશે. આ કાર્યક્રમ માટે જનતાને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..