મોરબી : કામદાર રાજ્ય વીમા યોજના હેઠળ ડી.1-2, મોરબી ખાતે આયુર્વેદ વિભાગમાં આવતીકાલે તારીખ 15ને સોમવારના રોજ સવારે 9 થી 11 વાગ્યા દરમ્યાન શ્વાસ માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શ્વાસ,એલર્જી,શરદી, ઉધરસ વગેરે રોગો માટે સારવાર, આહાર-વિહાર વિષયક માર્ગદર્શન, પત્રિકા તથા સ્વાસ્થ્ય રક્ષક કવાથ પેકેટનું વિતરણ કરવામાં આવશે. વધુ માહિતી માટે ડો. એમ.એલ.ભોરણીયા (આયુર્વેદ વીમા તબીબી અધિકારી,ESIS મોરબી)નો સંપર્ક કરવો.આ કેમ્પનો સર્વે દર્દીઓને લાભ લેવા અનુરોધ કરાયો છે.