ટંકારા : ટંકારા તાલુકાના જીવાપર ગામની યુવતી ગુજરાત રાજ્ય વેરા અધિકારી - ક્લાસ 3 પરીક્ષામાં ઉતીર્ણ થઇ છે. દરેક ક્ષેત્રમાં યુવકોની સમકક્ષ યુવતીઓ પણ આગળ વધી પગભર બને છે. એ પછી ખાનગી ક્ષેત્ર હોય કે સરકારી ક્ષેત્ર દરેક જગ્યાએ યુવતીઓ કામ કરતી જોવા મળે છે. યુવતીઓ સરકારી નોકરીઓ ઉચ્ચ સ્તરે પાસ કરી સરકારી નોકરી મેળવી પોતાનું અને પોતાના પરિવારનું ભવિષ્ય પણ સુધારે છે. એવી જ રીતે પાટીદાર સમાજનું ગૌરવ વધારતી પૂજાબેન જયસુખભાઈ ઢેઢીએ ગુજરાત રાજ્ય વેરા અધિકારી ક્લાસ-3ની પરીક્ષા ઉતીર્ણ કરી તેમના પરિવારનું ગૌરવ વધારેલ છે. પૂજાએ 171મો મેરીટ નંબર મેળવી 190.25 માર્કસ મેળવ્યા છે. જે બદલ તેમના પરિવારજનોએ શુભેચ્છા પાઠવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..