સવારે 7.30 લાગેલી આગ 12.30 વાગ્યે કાબુમાં આવી મોરબી : મોરબી - હળવદ હાઇવે ઉપર રાતભે ગામ નજીક આવેલ કોટન જીનિંગમિલમાં આજે સવારે આગ લાગતા વ્યાપક નુકશાન થયું હોવાનું સામે આવ્યું છે. મોરબી ફાયર બ્રિગેડ દ્વારા પાંચેક કલાકની મહેનત બાદ આગ બુઝાવી હતી. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી - હળવદ રોડ ઉપર રાતભે ગામ નજીક આવેલ સહજાનંદ કોટસ્પિન મિલમાં આજે સવારના સમયે આગ લાગતા મોરબી ફાયર બ્રિગેડની ટિમો આગ બુઝાવવા માટે દોડી ગઈ હતી અને સતત પાણીનો મારો ચલાવી આગ બુઝાવવા પ્રયત્નો કર્યા હતા. સવારે અંદાજે 7.30 વાગ્યે લાગેલી આગ 12.30 વાગ્યાના અરસામાં ઓલવાઈ હોવાનું મોરબી ફાયર બ્રિગેડના સૂત્રો જણાવી રહ્યા છે. દરમિયાન સહજાનંદ કોટસ્પિનના હિતેશભાઈ કુંડારિયાએ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું જણાવી આગને કારણે રૂની ગાસડીઓમાં નુકશાન પહોંચ્યું હોવાનું જણાવ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..