પોલીસની ભરતી માટે યુવકો અને યુવતીઓમાં જબરો ઉત્સાહ પણ મેદાન, સાધન સહિત જરૂરી સુવિધાના અભાવે તૈયારી કરતા યુવાનોને હાલાકી ટંકારા : ગુજરાત રાજ્યમાં આગામી સમયમાં પોલીસ વિભાગમાં મોટાપાયે ભરતીઓ થનાર છે. ત્યારે ટંકારા પંથકના યુવાનો પોલીસની ભરતી માટે ભારે ઉત્સાહિત થઈને તૈયારીઓ કરી રહ્યા છે. પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે, ટંકારા તાલુકો હોવા છતાં પોલીસની ભરતીની તૈયારી કરતા યુવાનો માટે યોગ્ય મેદાન કે સાધન સુવિધા જ નથી.તેથી યુવાનોને આ પ્લેટફોર્મ પૂરું પાડવા માટે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. ટંકારા પંથકના ઘણા યુવક-યુવતીઓ હાલ પોલીસની ભરતી માટે તૈયારીઓ કરી રહ્યા છે.જેમાં શ્રમજીવી વર્ગની યુવતીઓ ઉપરાંત સામાન્ય વર્ગના યુવાનો દરરોજ વહેલી સવારે ઉઠીને દોડ સહિતના વ્યાયામ કરી રહ્યા છે.પોલીસની ભરતી માટે આ રીતે આકરો પરસેવો પાડતા યુવક-યુવતીઓમાં ગજબનો ઉત્સાહ જોવા મળે છે. ઉબડ ખાબડ મેદાનમાં પણ યુવક-યુવતીઓ દોડ લગાવી લોગ જમ્પ સહિતની શારીરિક કસોટી માટે સજ્જ થવાનો તનતોડ પ્રયાસ કરી રહ્યા છે. પણ આ યુવાનોને દોડ કે અન્ય વ્યાયામ માટે યોગ્ય મેદાન જ નથી તેમજ જરૂરી સાધન સુવિધાઓનો પણ અભાવ છે. ત્યારે જો આ યુવાનોને શારીરિક કસોટી માટે સજ્જ થવા યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે તો પોલીસની ભરતીમાં તેઓ ઉત્કૃષ્ઠ દેખાવ કરી શકે એમ છે.આથી આ દિશામાં તંત્ર તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં ભારે તેવી માંગ ઉઠી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..