અમદાવાદ: પીરાણા પીઠ નારોલ ખાતે ભૂમિ સુપોષણ એવમ સંરક્ષણ રાષ્ટ્ર સ્તરીય જન અભિયાનની સંચાલન સમિતિ દ્વારા આગામી તા.૨૧ને રવિવારે સવારના ૯:૩૦ થી સાંજના ૪ વાગ્યા સુધી પ્રાકૃતિક કૃષિ ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, પૃથ્વીના ઉત્પતિ દિન તા.૧૩ એપ્રિલ ૨૦૨૧ના રોજ દેશભરના લાખો ખેડૂતોએ ભુમીપૂજન કરી આ અભિયાનનો પ્રારંભ કરેલ હતો. આગામી તા.૨૧ના રોજ અભિયાનના સમાપન કાર્યક્રમના ભાગરૂપ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની સફળ ગાથાઓને મંચ મળે તેમજ ભારત દેશના મહાનુભાવોના શબ્દોથી આવા ખેડૂતોને પ્રોત્સાહન મળે તેવા હેતુથી રવિવારના દિવસે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવૃતના સાનિધ્યમાં પ્રાકૃતિક કૃષિ ગોષ્ઠીનું આયોજન કરેલ છે. આ કૃષિ ગોષ્ઠિમા દેશભરના સંતો મહંતો, મહાનુભાવો, સામાજિક આગેવાનો, વૈજ્ઞાનિકો વગેરે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી ઉપયોગી પ્રદર્શન પણ યોજવામાં આવ્યું છે જેથી પ્રાકૃતિક ખેતી કરતા તેમજ તેમાં રસ ધરાવતા તમામ ખેડૂત મિત્રોને સહભાગી બનવા અનુરોધ કરાયો છે. કાર્યક્રમમાં વ્યવસ્થા માટે નામ નોંધણી આવશ્યક છે.નામ નોંધાવવા માટે મો. ૯૯૨૫૧૭૪૬૯૯ સંપર્ક કરવો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..